“Cochlear implant does not come with a manual.It comes with a mother who never gives up.”
હું એક ડૉક્ટર છું, પણ સાથે એક શિક્ષક, લેખક અને માં છું. તો અહીં આવનારા દરેક માતા-પિતાની લાગણીને હું ખૂબ જ સારી રીતે સમજી અને પરખી શકું છું. જ્યારે એ માતા-પિતા મારી OPDમાં પ્રવેશ કરે ત્યારે તેમની આંખો જ તેમની વેદના વ્યક્ત કરી દે છે. હું આ માતા-પિતાની વેદનાઓ, લાગણીઓ, વ્યથા જોઈ અને સાંભળી શકું છું, જ્યારે હું ઑપરેશન થિયેટરમાં પ્રવેશ કરું છું, ત્યારે ઇશ્વરને પ્રાર્થના કરું છું કે હું દરેક પળનો એવો પ્રયત્ન કરીશ કે એ બાળકને પોતાની જાત સાથેની ઓળખ કરાવી શકું ને તેને એક નવું જીવન અર્પિત કરી શકું.
દિવ્યાંગતા વિશેની સૌથી ખરાબ બાબત એ છે કે, લોકો તમને જુએ તે પહેલાં તમારી ખામીઓને જુએ છે. “તે ક્ષમતા હતી જે મહત્ત્વની હતી, અપંગતા નહીં.” આ એક એવું વાક્ય છે જેનો ઉપયોગ કરવામાં હું ડરતી નથી.
– ડૉ. નીરજ સુરી